ઘોર અવાજોની વચ્ચેથી કોઈ મને ભગાડી દો
એક બાજુ નમી પડતાં
કાદવ છાયી ફૂટપાથના છેડે
અચાનક મારી સાયકલનું વહીલ ઊંડે ગળવા માંડ્યું છે.
આજુબાજુ-
સામેથી ઘોર અવાજો આવી રહ્યા છે,
ઘનઘોર શંખ ફૂંકાઈ રહયા છે
આકાશની વાદળીયા ભૂમિમાં.
ને
મથી રહ્યો છું હું પૈડું કાઢવા
વિવશ...લાચાર..
સાહસ મને યાદ આવે છે
મારાં અંતિમ કૌશલ્યોની પૂર્વે અપાયેલ શાપ.
અને તત્ક્ષણ
કંપનું દારુણ મોજું
મારા મસ્તિષ્કમાં સૂસવાવું શરૂ થાય છે.
હું ભયંકર ચિત્કારી ઊઠું છું:
'રોકાઇ જા પાંડવ,
હું નથી કર્ણ;
યુદ્ધ હવે નથી લડવું મારે...'
12/07/1975
ફરી વળે છે
No comments:
Post a Comment