આપણે નિરુપાય
જાતને હડસેલતાં
સાચવીએ
સંસ્કૃતિને.
આ પાર
ખળખળ વહેતી
શીતલ હવા,
પણ અહીં તો
રૂઢીઓનો પ્રદુષિત
પવન
ફેફસામાં
ઊંડા – મારી
અગણિત પેઢીઓ જેવડા ઊંડા
ઉઝરડા પાડેને
જવાન બંધ.
નીતર્યા જળ
જોઈતરસ લાગે,
પણ હોઠ મ્લાન,
ઉઘડે જ નહીં
પરંપરાના મજબૂત
બખિયા તોડી!
ભૂખ
આદિમ જરૂરીયાત છે
આમ તો
માણસ માટે.
પણ
આપના મોં એ તો
મોંકડી મારેલી
હોય છે અભાવની,
જેને તોડવા
ઘણને ઊઠાવી શકતા
નથી આ હાથ .
ક્યારેક
હોઠ કંપી ઊઠે છે:
‘મને મંજૂર
નથી...’
પણ આવું તો
ક્યારેક જ બને.
લગભગ તો
આપને નિરુપાય
જાતને હડસેલતાં
સાચવીએ
સંસ્કૃતિને...
૨૦.૦૮.૧૯૮૬
No comments:
Post a Comment