Saturday, April 4, 2015

ડાઘ



કાળા ન્હોર
અને તીક્ષ્ણ ચાંચ વડે
મને ચૂંથે છે સભાનતા.
કોઠે પડેલું
ઉપેક્ષાનું જળ
ગટ  ગટગતપેટમાં
ધુબાક દઈ એવું વાગે કે
મારી હયાતીનો જીર્ણશીર્ણ પડદો
હાલી ઊઠે સળંગ .
હિલ્લોળાવા માંડે
અમાનવીય વ્હાવ્હારના ભારે રોલર નીચે
ચગદાઈ ગયેલ
મારા દારુણ ઇતિહાસનો વિકૃત ચહેરો .
ચેતના પર અંકિત
એ ડાઘ
હું જેમ ભૂસવા મથું
એમ એમ
માંજાઈને વધુ ઝગારા મારી ઊઠે!

૨૮.૦૩.૧૯૮૯

No comments:

Post a Comment