અજબ
જાત હું અવાજ
કે ઊંહકાર કરી ના શકતી!
સાચમાચ છું માણસ કે માણસના નામે તકતી?
લાખ
વિયાદી, લફરાં-
ક્યાંથી
યાદ મને હું આવું?
શ્વાસ
લેવાના સાંસા
મારી
શી કિંમત સમજાવું?
ખંખ
વરેડા જેવી નસમાં
દુઃખના
દા’ડા ભમ્ભામ વહેતા જાય
રૂંવાટી
તોય નથી ફરકતી !!
એવો
ઉલ્કાપાત થાય કેમને જડે કોઈ અર્થ,
સાવ
ઉપેક્ષાભર્યો આમ તો
માણસ
લાગું વ્યર્થ .
હું
મારા ભંગારની વચ્ચે વેરણ છેરણ
તમે
કહોને
કરું
તોય શી વાત કરું હું મારા લગતી??
૯.૦૯.૧૯૮૫
No comments:
Post a Comment