પુરાણકથાઓ
આકર્ષક વાઘા
સજીને
જેવી મારી અંદર
પ્રવેશેએવા જ સકલ દેવ
પાણીદાર આયુધો
ઉલાળતા-
રસ્તા ગજાવતા –
હાકલા પડકારા કરી
મારી ગલીકૂંચીમાં
આંધળી દોટ મૂકે.
વાંકી ચાલ
સંતાતા જતા
અસૂરોના પકડદાવમાં
હું બની જાઉં
જાણે એમના લડવા
માટેની
વિકરાળ
યુદ્ધભૂમિ.
આવી ભાગ-દોડ ,
ચિચિયારી – મારકૂટને
ઝીલતો
રોજ વળી કેટકેટલીવાર
સરખી કર્યા કરું હું
વેરવિખેર થઇ જતી
મારી જાતને?
આજે મેં
ચિત્ત પર ફરરર ફરરર
ડસ્ટર ફેરવવા માંડ્યું છે.
હાશ!
હવે સ્લેટ
કોરીકટ્ટ !
૩.૦૧.૧૯૯૬
No comments:
Post a Comment