પ્રત્યક્ષ થયેલું જગત
તર્કાતિત બને ,
ચેતનાનું કોઈ યથાર્થની રીતે
મારામાં પ્રગટીકરણ થાય
અને હું
મને-
મારી અવસ્થાને –
સકલના અર્થમાં બાંધી
વર્ષોથી તરફડતી
એક સજીવતાને
મુક્ત કરવા મથું.
ધીમેશથી જળ પ્રવાહમાં
આરતીટાણે
પ્રગટાવેલો દીપ વહેતો કરતો હોઉં
એમહું મને સત્ય નીવડાવાવા
વધુ એક વાર
આ હયાતીનો ઉપયોગ કરું .
આમીન !
૨૦.૦૫.૮૧
No comments:
Post a Comment