Saturday, April 4, 2015

મજૂરણ

મનેય થાય
કે
તમારી જેમ વહેલી ઊઠી
મંદિરે જાઉં
ને
લળી લળી લાગું પાય.
પણ
મારે તો સવારના પ્હોરમાં
ઉતાવળે રોટલા ટીપી
આડવેર કર્યો ના કર્યો
ને
ધાઉધૂસ નીકળી પડવાનું હોય છે
કામે.
નબળી દાનતનો શેઠ
કે વાંકદેખા કંટરાટીની નજરમાંથી બચવું
એ જ મારે મન
ખરી દેવપૂજા છે ને?

૩૧.૦૩.૧૯૯૭

No comments:

Post a Comment