તું
નીચી નમીને
મારા કાનમાં કહે
છે: ‘ચાલ...’
ત્યારે મારા
પગમાં
‘ચાલવું...’ ‘ચાલવું...’
થનગની ઊઠે છે.
તું
જેટલીવાર આવું
બોલે છે
એટલીવાર
આમ જ બને છે.
મારા પાવલાંમાં
જાણે અંકુરાવા માંડે
છે કૂંપળો.
ને પલકારામાં
હું ઘેઘૂરાઈ જાઉં
છું આખ્ખે આખ્ખો .
આકાંક્ષાઓથી
ભર્યોભાદર્યો જાણે
લચી પડું છું
નીચે!
પણ બરાબર
એ વખતે જ
ખસી જાય છે
મારી ઉપર તરફ
મંડાયેલી નજર.
તું ફરી મારા
કાનમાં છણકાય છે:
‘ચાલને?’
ને-
ચાલવા માટે
ધરતી પરથી
ઊંચકાવા મથતા
મારા પગને
હું
જાણે
આતુરતાપૂર્વક
જોયા કરું છું...
૨૬.૦૧.૨૦૦૦
No comments:
Post a Comment