હવે
હવામાં ફરફરે છે
લીરેલીરા થઇ
ગયેલું
જીવનનું વસ્ત્ર.
એના એકાદ ટૂકડાને
હું જેવો ઘ્રાણ
નજીક લાવું છુંએવી જ
એમાંથી વછૂટતી
ધુમાડાની તીવ્ર
વાસમારા ચિત્તમાં
જગાડે છે જૂનો
સંસ્કાર.
આ વાસ
છાકટાઓના હાથે રહેંસાયેલા
નિર્દોષ વડવાઓનાં
ભૂંજાયેલાં
અર્ધદગ્ધ શબોની
તો ના હોય!
એમના લોહીમાંસનાં
સિઝાવાનો અવાજ
કેમ વારંવાર
પડઘાઈ આવે છે
મારી ચેતનાના
ગુમ્બજમાં?
અગનજ્વાળાઓએ
ભસ્મીભૂત કરેલા
ઘીડીયા ઘર નાં ભડકાબોળ
અજવાળે બેસીને
આજે
હું
ભણી રહ્યો છું
પદાર્થપાઠ.
એટલે તો બીકાળવો
ઈતિહાસ
મારા ફળિયે
જેવો ડોકાય કે તરત
મારી મુઠ્ઠી સખત ભીંસાવા
માંડે છે.
૬.૧૨.૧૯૯૭
No comments:
Post a Comment