હથેળીની છાજલી
કરી
મેં
મીટ માંડી છે
ક્યારનીય
આકાશ તરફ:
ક્યાંથી આવે છે આ
ક્રાંતિ?
કૂખમાંથી
ભૂખમાંથી
કે માનવસર્જિત
દુઃખમાંથી?
આમ તો
આ બધા જ પ્રાસ
પરસ્પર પૂરક છે
અમારી મનોયંત્રણા
માટે.
કૂખ મને દોરી જાય
છે
ઉત્પત્તિના
ઈતિહાસ ઉકેલવા-
જ્યાંથી મને
પ્રાપ્ત થયો છે વર્ણ.
એય હવે
પૂરતા પ્રાણવાયુ
વિના
દિનપ્રતિદિન
કર્યે જાય છે ક્ષીણ
મારા આદિમ લયને.
એનાં મૂરઝાયેલાં
મૂળ
શેકાય છે પેટની
લાલચોળ ભઠ્ઠીમાં.
આ વિષમ વેદનાએ
મનને કરી નાખ્યું
છે ખારું ઉસ ...
કૂખ અને ભૂખની
લપકતી જ્વાલાઓથી
આજ મને સમજાય છે
કે
અગનઝાળ કેમ
રાતીચોળ હોય છે?
૧૧.૦૪.૨૦૦૫
No comments:
Post a Comment