Saturday, April 4, 2015

નોંધારા



દાણા છીએ ?
કે આમ વેર્યા ત્યાં ઊગીએ?
ગમતીલા સહવાસે ફનગીએ
ખળખળતી બોલાશે મન ભરી ડોલીએ ,
ડુંગરિયા કેડી પર લહેરાતા ઘાસમાં
હૈયાના હાવભાવ ખોલીએ.
મોકળાશ ભાળી ત્યાં એવાં તે ઓળઘોળ
આપસમાં એકતાર ગૂંજીએ...
વિખૂટા પડવાની વેદનાઓ
કાળઝાળ ભડકાની જેમ રહે બાળતી,
અળગી કરાય નહીં એવી
એ લ્હેણદેણ હૈયે ચંપાઈ નેણ ઢાળતી .
તૂટીને ડાળખીએ વળગેલાં પાન અમે
અંદરથી નોંધારાં ધ્રૂજીએ...



૧૨.૦૯.૧૯૯૧

No comments:

Post a Comment