Saturday, April 4, 2015

ભગાકાંડ નામપર્વ ब



આમ તો ભાગો
રોજ 
ગડમથલ કર્યા કરે,
પણ કેમેય
એનું નામ
સરખું ગોઠવાય જ નહીં !
જો કે
મથામણ મૂકે તો એ ભગો શાનો?
મનોમન એ
નામની ગિનીઓ ગોઠવે ,
પાડી નાખે .
પાડી નાખે,
ફરી ગોઠવે
ને એકવાર
ગોઠવાતાં ગોઠવાઈ ગયું :
‘ભગવાનદાસ ...ત્રિભોવનદાસ ...’
ભગાને તો ભારે અચંબ.
રાજીનો રેડ ભગો
મનમાં હ..હ..હ..કરતો હસી પડ્યો.
ગાલે આંગળી ટેકવી
ટગર ટગર ભગો
બે ઘડી હરખાય
ત્યાં જ
ઝાંપેથી પંચાયતનો પગી બર્ક્યો:
‘ભગલા... તભલા...’
ભગા ઉપર
ઓચિંતો
જાણે કાટકો પડ્યો !!!

૨૪.૦૪.૧૯૮૯

No comments:

Post a Comment